જર્સી ફિલ્મની હિન્દી રિમેકમાં જોવા મળશે મૃણાલ ઠાકુર

શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘જર્સી’ની રિમેકમાં તેની સાથે મૃણાલ ઠાકુર લીડ રોલમાં જોવા મળશે. મૃણાલ અગાઉ ‘સુપર 30’ અને ‘બાટલા હાઉસ’ ફિલ્મમાં દેખાઈ હતી. તેલુગુ ફિલ્મ ‘જર્સી’ ક્રિકેટ પર આધારિત છે. ‘જર્સી’ ફિલ્મની હિન્દી રિમેક માટે શાહિદે ક્રિકેટની ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી છે……..જર્સી ફિલ્મમાં સાઉથ એક્ટર નાની લીડ રોલમાં હતો.

તે ફિલ્મમાં અર્જુન નામના કેરેક્ટરમાં હતો. ઇન્ડિયન ક્રિકેટમાં કંઈક મોટું કરવાની આશા પૂરી કરવા માટે તે જે સ્ટ્રગલ કરે છે તેની આસપાસ સ્ટોરી વણાય છે. 36 વર્ષની ઉંમરે એક ફેઈલ ક્રિકેટર પરિસ્થિતિને આધીન થઈને ગેમમાં પરત ફરે છે અને તે કઈ રીતે આગળ વધે છે તે જ ફિલ્મની સ્ટોરી છે………..હિન્દી રિમેકને ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર ગૌતમ તિન્નાનુરી જ ડિરેક્ટ કરવાના છે. આ ફિલ્મને અલ્લુ અરવિંદ, અમન ગિલ, દિલ રાજુ પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મ આવતા વર્ષે 28 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ શકે છે.