PM મોદીએ કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત,દેશ અને વિદેશના વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા

લદાખ પ્રવાસથી પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે રવિવારે મહત્વની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં વડાપ્રધાને રાષ્ટ્રપતીને દેશ અને વિદેશના વિવિધ મુદ્દા પર રાષ્ટ્રપતીને માહિતી આપી હતી.

દેશ અત્યારે વિવિધ સંકટોનો સામનો કરી રહ્યો છે. એક તરફ કોરોના વાયરસ સતત કહેર વર્તાવી રહ્યો છે ત્યાં બીજી તરફ સરહદ પર સતત સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે રવિવારે મહત્વની મુલાકાત થઇ હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વચ્ચે થયેલ મુલાકાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને વચ્ચે મિટિંગ બાદ રાષ્ટ્રપતિ ભવન તરફથી ટ્વિટ કરીને બેઠકની જાણકારી આપવામાં આવી. આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ કોવિંદને દેશ અને વિશ્વનાં વિવિધ મુદ્દાઓ પર માહિતી આપી હતી. લદાખથી પરત ફર્યા બાદ વડાપ્રધાને રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને વિવિધ મુદ્દે બ્રિફિંગ આપ્યું.

વાદ વધી રહ્યો છે. બંને દેશની સેના સામેસામે આવી ગઈ છે. સરહદ પર ભારતની સેના સતત તૈયારીઓ કરી રહી છે અને સરકાર પણ ચીનને જડબાતોડ જવાબ આપવા કટિબદ્ધ છે. આ સિવાય દેશમાં કોરોના વાયરસના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસની રફતારના કારણે ભારત વિશ્વમાં ત્રીજો સૌથી પ્રભાવિત દેશ બની જાય તેવી શક્યતા છે.

ભારત-ચીન સીમા વિવાદ વધુ વણસી રહ્યો છે ત્યારે LACના રક્ષામંત્રી રાજનાથ સિંહ મોટું નિવેદન આપ્યું છે. રાજનાથસિંહે કહ્યું કે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. અને તમામ જગ્યાએ અમારી સંપૂર્ણ તૈયારી છે. રાજનાથસિંહે કહ્યું કે તૈયારીઓમાં અમે ક્યારેય પાછા નથી પડતા.

The post PM મોદીએ કરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત,દેશ અને વિદેશના વિવિધ મુદ્દા પર થઇ ચર્ચા appeared first on Gujju Media.