સાઈ-સલમાન દિવાળી પાર્ટીમાં મળ્યા જોવા

સલમાન ખાન આજકાલ દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તે ફિલ્મની એક્ટ્રેસ સાઈ માંજરેકર સાથે રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં હાજરી આપવા ગયો હતો. આ દરમિયાન સાઈ સાથે સલમાને મીડિયાને પોઝ આપ્યા હતા. એ વખતે સલમાનના એક ફેને એવું કંઈક કર્યું કે ભાઈજાન ભડકી ગયો.

બન્યું એવું કે, સલમાન અને સાઈ મીડિયાને પોઝ આપતા હતા. એ વખતે સાઈ થોડી સાઈડમાં ગઈ કે તરત જ ફેન સલમાન સાથે સેલ્ફી લેવા આવી ગયો. ત્યારે સલમાન તેના પર ગુસ્સે થઈ ગયો. ત્યારે સલમાનના બોડીગાર્ડ ત્યાં આવ્યા અને ફેનને ત્યાંથી લઈ ગયા. સલમાનનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વિડીયોને કેટલાક ફેન્સે પસંદ કર્યો છો તો કેટલાકે સલમાનને ટ્રોલ કર્યો છે. સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 ઈદ પર રિલીઝ થશે. સાઈ માંજરેકર આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે