સલમાને ડેઈઝીને ગુજરાતી ફિલ્મ માટે પાઠવી શુભેચ્છા

સલમાન ખાનની ફિલ્મ “જય હો”થી બોલિવુડમાં એન્ટ્રી કરનાર એકટ્રેસ ડેઈઝી શાહ જલ્દી જ ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. બોલિવુડ એકટ્રેસ ડેઈઝી શાહ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મનું નામ છે “ગુજરાત 11”. સલમાન ખાને તેની કો-એકટ્રેસ અને ફ્રેન્ડ ડેઈઝીની અપકમિંગ ફિલ્મ “ગુજરાત 11″નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કરી તેને શુભકામના પાઠવી છે. ડેઈઝી શાહની આ ફિલ્મ “ગુજરાત 11″ફૂટબોલ સ્પોટ્સ પર આધારિત છે.

આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે.ફિલ્મ “ગુજરાત 11” સ્પોટ્સ ડ્રામા પર આધારિત ફિલ્મ છે. જેમાં ડેઈઝી ફૂટબોલ કોચનું કિરદાર નિભાવી રહી છે. તમને જણાવી દઇએ ગુજરાતી ડેઈઝી શાહની માતૃભાષા છે. આ ફિલ્મને લઇ તેણે જણાવ્યું કે, “મને સારી સ્ક્રીપ્ટ લાગી તો તરત જ મેં હા કહી દીધી.” જયંત ગિલાટર આ ફિલ્મને ડિરેકટર કરી રહ્યા છે. ડેઈઝી તેની આ ગુજરાતી ફિલ્મને લઇ ખૂબ જ ઉત્સાહિત છે.

બોલિવુડ ફિલ્મની વાત કરીએ તો “જય હો” પછી ડેઈઝી શાહ વર્ષ 2015માં ફિલ્મ “હેટ સ્ટોરી-3″માં જોવા મળી હતી. ત્યાર પછી વર્ષ 2018માં તે ફિલ્મ “રેસ-3″માં નજર આવી.