ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં કેમિયો રોલમાં જોવા મળશે શાહરુખ

રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની માયથોલોજીકલ ટ્રાયોલોજી ‘બ્રહ્માસ્ત્ર’માં એક પછી એક કલાકારોના નામ ઉમેરાતા જાય છે. અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન તથા ડિમ્પલ કાપડિયા બાદ હવે આ ફિલ્મમાં શાહરુખ ખાન પણ જોવા મળશે…….ગયા વર્ષે ‘ઝીરો’ ફ્લોપ થયા બાદ શાહરુખ ખાને નવી એક ફિલ્મ પણ સાઈન કરી નથી. ચર્ચા છે કે શાહરુખ ખાન 2 નવેમ્બર એટલે કે પોતાના જન્મદિવસ પર ‘બ્રહ્માસ્ત્ર’માં કામ કરવાની વાત જાહેર કરશે……….ફિલ્મમાં શાહરુખ ખાન એક્ટર રણબીર કપૂરની જર્નીને આગળ લઈ જવામાં મદદ કરશે. શાહરુખનો રોલ ઘણો જ નાનો હતો પરંતુ તે મહત્ત્વનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શાહરુખે આ ફિલ્મ માટે ડેટ્સ પણ આપી દીધી છે અને વર્ષના અંત પહેલાં એક્ટર ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરી લેશે…..અયાને જ્યારે શાહરુખને કેમિયો રોલ અંગે કહ્યું તો એક્ટરને તરત જ પોતાનો રોલ ગમી ગયો હતો અને તે ફિલ્મમાં કામ કરવા તૈયાર થઈ ગયો હતો.