આલિયા,આદિત્ય અને ગુલશન એરપોર્ટ પર થયા સ્પોટ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે તેની આગામી ફિલ્મ ‘સડક 2’ ના બીજા શેડ્યૂલનું શૂટિંગ પૂરુ કરી લીધું છે. બીજુ શિડ્યુલ પૂરુ કર્યા પછી, તે ગુલશન ગ્રોવર અને આદિત્ય રોય કપૂર સાથે મુંબઇ પરત ફરી હતી. ત્રણેવ સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

‘સડક 2′ સાથે મહેશ ભટ્ટ ફરી એકવાર નિર્દેશનની દુનિયામાં પગ મૂકી રહ્યા છે.આલિયા ભટ્ટ ઉપરાંત તેની બહેન પૂજા ભટ્ટ અને સંજય દત્ત પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.’સડક 2’ 1991 ની ફિલ્મ ‘સડક’ ની સિક્વલ છે.’સડક’માં સંજય દત્ત અને પૂજા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં હતાં. આ દરમિયાન ગુલશન ગ્રોવર ચેકસ શર્ટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. જયારે આલિયા ભટ્ટ આ દરમિયાન સફેદ ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળી હતી. આદિત્ય રોય કપુર ગ્રે ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યો હતો. મુકેશ ભટ્ટ ફિલ્મ ‘સડક 2’ ને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ત્રણેવ સ્ટાર્સએ ફેન્સ સાથે ફોટોઝ પણ પડાવ્યા હતા.