કાર્તિક અને દીપિકા એરપોર્ટ પર થયા સ્પોટ

આજકાલ કાર્તિક આર્યન આગામી ફિલ્મ પતિ પત્ની ઔર વોના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું ગીત ધીમે ધીમે ખૂબ પોપ્યુલર થઈ રહ્યું છે. આ જ કારણ છે કે હાલમાં દીપિકાએ કાર્તિકને આ ગીતનો હૂક સ્ટેપ શીખવવાની વિનંતી કરી હતી. કાર્તિક આર્યને દીપિકાની વિનંતીને માન આપ્યું અને બંનેએ મુંબઈ એરપોર્ટ પર ધીમે ધીમે ગીત પર ડાન્સ કર્યો. કાર્તિક દીપિકાને ધીમે ધીમે પર ડાન્સ શીખવતો હોય તેના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

https://www.instagram.com/tv/B5iOd-Dlpi_/?utm_source=ig_web_button_share_sheet

વ્હાઈટ ટોપ, બ્લૂ જિન્સ અને રેડ જેકેટમાં દીપિકા હંમેશાની જેમ સુંદર દેખાતી હતી. ત્યારે વ્હાઈટ ટી-શર્ટ, મલ્ટીકલર જેકેટ, બ્લેક પેન્ટ અને ગોગલ્સમાં કાર્તિક હેન્ડસમ લાગતો હતો. ઉલ્લેખનીય છે કે, કાર્તિકે ધીમે ધીમે ગીત માટે ચેલેન્જ શરૂ કરી છે. ત્યારે જ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ધીમે ધીમે ચેલેન્જમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ કાર્તિકને સ્ટેપ શીખવવાની વિનંતી કરી હતી.

કાર્તિક પાસેથી ડાન્સ શીખ્યા બાદ દીપિકાએ તેનો આભાર માન્યો હતો.વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા છપાક અને 83 જેવી ફિલ્મોમાં જોવા મળશે. જ્યારે કાર્તિક સાથે પતિ પત્ની ઔર વોમાં ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડે જોવા મળશે.