પરસેવો વહાવવાથી નથી થતું ફેટ બર્ન, જાણો શું છે કારણ

સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દાવો કરે છેકે પરસેવો વહાવવાનો અર્થ મોટાપો ઓછો કરવો એવો નથી

યુટિલિટી ડેસ્કઃ મોટાભાગે લોકોને લાગે છે કે શરીરમાંથી જેટલો પરસેવો વહાવવામાં આવે તેનાથી મોટાપો ઓછો થાય છે. પરંતુ સત્ય એ છેકે પરસેવો વહાવવાથી મોટાપો ઓછો થતો નથી, પરંતુ ફિટનેસ વર્લ્ડમાં આ મિથક ફેલાયેલું છે. જેના કારણે મોટાભાગે લોકો એક્સરસાઇઝ કરતી વખતે અથવા તો મોટાપો ઓછો કરવા માટેની જે કોઇ ગતિવિધિ કરે છે, તેમાં ડોજેજને મહત્વ આપે છે, જેને પહેરવાથી પરસેવો આવે છે. પરંતુ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો દાવો કરે છેકે પરસેવો વહાવવાનો અર્થ મોટાપો ઓછો કરવો એવો નથી. ચાલો જાણીએ પરેસવો હકિકતમાં છે શું અને મોટાપા સાથે તેને શું સંબંધ છે.

પરસેવો શું છે

મોટાપો ઓછો કરવા માટે પરસેવો વહાવવો એ ફેટ ઓછું કરવો એવો નથી. પરસેવો તમારા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. જ્યારે શરીરનું તાપમાન 98.6 ડિગ્રી સુધી પહોંચી જાય છે, સ્વેટ ગ્લેન્ડ સક્રિય થઇ જાય છે, ત્યારે પરસેવો થવા લાગે છે. આ બધું આપણા મસ્તિષ્ક દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જેથી શરીરનું તાપમાન સંતુલિત રહે. હવે જરા વિચારો કે આફણા શરીરમાંથી પરસેવા સ્વરૂપે શું બહાર આવે છે, શરીરમાંથી વહેતો પરસેવો સામાન્ય રીતે પાણી છે, જેમાં મીઠું મિશ્રિત હોય છે. સાથે જ તેમાં પ્રોટીન અને સુગરના વેસ્ટ પ્રોડક્ટ્સ પણ સંમિલિત હોય છે. પરસેવામાં ફેટ જેવી કોઇ વસ્તુ નથી હોતી કે જે બહાર નિકળી જાય.

પરસેવાથી કેલરી બર્ન નથી થતી

પરસેવો વહાવવાથી ત્વચામાં જલન થાય છે, સાથે જ શરીરના તાપમાનને ઓછું અને નિયંત્રિત કરે છે. પરસેવાનું આટલું જ કામ હોય છે. તમારા શરીરનો આકાર જેટલો મોટો હોય, તેમને તેટલો વધારે પરસેવો આવશે. જોકે જે લોકો ફિટ હોય છે, તેમને પણ વધારે પરસેવો આવે છે, કારણ કે તે સતત શારીરિક રીતે સક્રિય હોય છે. જેના કારણે સ્વેટિંગ મેકેનિઝમ એક્ટિવ મોડમાં રહે છે. તેનાથી કોઇ કેલરી બર્ન થતી નથી.

વજન ઉતારવું અને મોટાપો ઓછો કરવો

મોટાભાગે લોકોને એવું લાગે છેકે વજન ઉતારવું એ જ મોટાપો ઓછો કરવો છે, જોકે આ બન્ને વસ્તુ અલગ છે. જો તમે હેલ્થ કોન્સિયસ છો તો તમારે બારિકાઇથી આ તફાવત સમજવો જરૂરી છે. વેટ લોસ એટલે કે વજન ઉતારવું એક અસ્પષ્ટ વાક્ય છે. વજન ઉતારવા માટે તમારે પરસેવો, ફેટ, મસલ લોસ, બોન ડેન્સિટી સહિત શરીરના દરેક ભાગમાંથી કંઇકને કંઇક ઓછું કરવું પડશે. જ્યારે ફેટ ઓછું કરવું એટલે કે વસા ઓછું કરવું. વસા આપણા શરીરમાં ઉર્જાના રૂપમાં કામ કરે છે. જો ફેટની માત્રા વધી જાય તો તે આપણા શરીર માટે નુક્સાનકારક હોય છે.