વિવાદમાં આવી નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો

નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારો વિવાદમાં આવી છે…….8 નવેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ થયા બાદ હેલ્લારો’ના ડાયરેક્ટર સહિત 7 લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ફિલ્મમાં જાતિવાચક શબ્દોના ઉપયોગ બદલ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે…….ફિલ્મમાં અનુસૂચિત જાતિવિષયક શબ્દનો ઉપયોગ કરવા બદલ કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડા દ્વારા ફરિયાદ નોઁધાવાઈ છે. તેમણે ફરિયાદમાં લખાવ્યું કે, ફિલ્મમાં અનુસૂચિત જાતિવિષયક શબ્દનો ઉપયોગ કરી જાતિ અને સમાજને નીચુ બતાવવાનો પ્રયાસ કરાયો છે……….જમનાબેન વેગડા દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ફિલ્મમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેશ શબ્દનો ઉપયોગ કરાયો છે. જે એક જાતિનું અપમાન છે. આ જાતિને નીચુ બતાવવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે ફિલ્મના ડાયરેક્ટર અભિષેક શાહ, ડાયરેક્ટર આશિષ પટેલ, નીરવ પટેલ, આયુષ પટેલ, મીત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ્સ લખનાર સૌમ્ય જોશી સહિતના લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ શરૂ કરાઈ છે.