ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર મરાઠીમાં પણ થશે રિલીઝ

અજય દેવગણની આગામી પિરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’નું ટ્રેલર હિન્દી ભાષામાં રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મને લઈને મરાઠી દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ ફિલ્મ મરાઠી ભાષામાં 10 જાન્યુઆરી,2020ના રોજ રિલીઝ થશે. મરાઠી ટ્રેલર 10 ડિસેમ્બર,2019ના રોજ રિલીઝ થશે……..આ ફિલ્મમાં અજય મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં છે. આ ફિલ્મમાં તેની સાથે કાજોલ પણ સામેલ છે. આ ફિલ્મને અજય દેવગણે ‘ટી સિરીઝ’ સાથે મળીને પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉત છે. આ ફિલ્મ અજય દેવગણની 100મી ફિલ્મ છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં અજય દેવગણ, કાજોલની સાથે સૈફ અલી ખાન, શરદ કેલકર, પંકજ ત્રિપાઠી વગેરે સામેલ છે. ફિલ્મમાં કાજોલ સાવિત્રી માલસુરેના રોલમાં છે………અને આજ દિવસે દિપીકા પાદુકોણની ફિલ્મ છપાક પણ રિલીઝ થવાની છે,તે ફિલ્મ એસિડ સ્ટેક સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલની બાયોગ્રાફી છે……10 જાન્યુઆરીએ ‘છપાક’ અને ‘તાનાજી ધ અનસંગ વોરિયર’ ફિલ્મ થિયેટરમાં ટકરાશે.