ફિલ્મ પૃથ્વીરાજની શૂટીંગ જલ્દી થશે શરૂ

યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ ની પ્રથમ અને સૌથી મોટી એતિહાસિક ફિલ્મ પૃથ્વીરાજની મુખ્ય જોડી અક્ષય કુમાર અને માનુષી છિલ્લર છે. તેઓ હાલમાંજ યશરાજ સ્ટૂડિયોમાં નજરે પડ્યા હતા.જ્યાં તેમણે જલ્દીથી શરૂ થવાવાળી ફિલ્મ પૃથ્વીરાજની શૂટીંગનાં આશિર્વાદ પ્રાપ્ત કરવા હેતુ સર નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ ત્રિવેદી સાથે મહા પૂજા યોજી હતી.

યશરાજ ફિલ્મ્સે પૃથ્વીરાજ માટે અત્યંત સુંદર રાજકુમારી સંયોગિતાની ભૂમિકા ભજવવા માટે ખૂબસૂરત માનુષી છિલ્લર સાથે એગ્રીમેન્ટ સાઈન કરવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ નિડર, સાહસિક, પરાક્રમી રાજા પૃથ્વીરાજનાં જીવન અને તેમની વિરતા પર આધારિત છે. આ ફિલ્મ સમગ્ર વિશ્વભરમા 2020માં દિવાળીનાં અવસર પર રિલિઝ થશે. યશરાજ ફિલ્મ્સનાં બેનર હેઠળ બનનારી આ પહેલી મોટી ફિલ્મ છે.