ફિલ્મ ધ બોડીનું ટ્રેલર થયું રિલીઝ

ઇમરાન હાશ્મી અને ઋષિ કપૂરની આવનારી બોલિવુડ ફિલ્મ ધ બોડીનું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે………..આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી, ઋષિ કપૂર, શોભિતા ધુલિપાલા અને વેદિકા લીડ રોલમાં છે. આ સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ સ્પેનિશ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’ પરથી પ્રેરિત છે. મોહનલાલ સ્ટારર ‘દૃશ્યમ’ ડિરેક્ટ કરનાર ડિરેક્ટર જીતુ જોસેફે આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે………..

ઇમરાન હાશ્મી અને શોભિતા ધુલિપાલા પતિ પત્નીના રોલમાં છે. ઇમરાનનું એક્સ્ટ્રા મેરિટલ અફેર વેદિકાના કેરેક્ટર સાથે હોય છે અને તેઓ બંને સાથે મળીને ઇમરાનની પત્નીનું મર્ડર પ્લાન કરે છે. મર્ડર બાદ તેની પત્નીની ડેડ બોડી ગાયબ થઇ જાય છે. ફિલ્મમાં ઋષિ કપૂર પોલીસના રોલમાં છે. જ્યારે પૂછતાછ માટે ઇમરાનને બોલાવવામાં આવે છે ત્યાર પછીથી તેને પોતાની પત્નીના મેસેજ આવવાના શરૂ થઇ જાય છે. ડેડ બોડી મળે છે કે કેમ તે હવે ફિલ્મમાં જોવાનું રહ્યું……….વાત કરીએ ફિલ્મ ધ બોડીની તો આ ફિલ્મ આ વર્ષે 13 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું શૂટિંગ 45 દિવસમાં થયું હતું. ફિલ્મની ઓરિજિનલ સ્ટોરીના ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર ઓરિઓલ પાઉલો હતા. સ્પેનિશ થ્રિલર ફિલ્મ ‘ધ બોડી’ 2012માં રિલીઝ થઇ હતી.