વરુણ સાથે ડાંસ કરતી જોવા મળી WWEની સુપરસ્ટાર

બોલિવૂડ એક્ટર વરુણ ધવન WWEનો કેટલો મોટો ફેન છે તે કોઈનાથી છુપાયેલું નથી. વરુણ ઘણીવાર WWE પ્રત્યે પોતાની દિવાનગી દર્શાવી ચૂક્યો છે. ખાસ કરીને WWE સ્ટાર રહેલા ધ રોક ઉર્ફે ડ્વેન જોનસનની નકલ કરતા પણ તે જોવા મળ્યો હતો. એવામાં વરુણ ધવનનો એક વિડીયો હવે WWE સ્ટાર શાર્લેટ ફ્લેયર સાથે સામે આવ્યો છે. આ વિડીયોમાં વરુણ WWEની ચેમ્પિયનને ડાંસ કરતા શીખવાડી રહ્યો છે. આ વિડીયોને ખુદ શાર્લેટ ફ્લેયરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

શાર્લેટ ફ્લેયરે વરુણ ધવન સાથે પોતાનો ડાંસ વિડીયો શેર કરતા લખ્યું, સાલ્સા ડાંસ તો નહીં પરંતુ હું બોલિવૂડ ડાંસ મૂવ્ય જરૂર શીખી રહી છું. ઉલ્લેખનીય છે કે વિડીયોમાં WWE મહિલા રેસલર ભલે ખચકાટ અનુભવી રહી હોય પરંતુ શ્રદ્ધા કપૂર અને વરુણની ફિલ્મ સ્ટ્રીટ ડાંસર 3Dના એક સોન્ગમાં તે પણ ડાંસ કરતા જોવા મળશે.

વાત કરીએ સ્ટ્રીટ ડાંસર 3D ફિલ્મની તો આ ફિલ્મને રેમો ડિસોઝા ડિરેક્ટ કરી રહ્યા છે જ્યારે ફિલ્મમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે નોરા ફતેહી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કેટલાક ડાન્સર્સ જોવા મળશે. આ ફિલ્મ આગામી વર્ષે 24 જાન્યુઆરીએ રીલીઝ થશે.