તાનાજી ધ અનસંગ વોરિયરનું ટ્રેલર રિલીઝ

અજય દેવગણની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી ધ અનસંગ વોરિયર’નું ટ્રેલર રિલીઝ થયું છે. ફિલ્મમાં રિયલ કપલ કાજોલ અને અજય રીલ કપલ તાનાજી માલસુરેના અને સાવિત્રી માલસુરેના રોલમાં છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલ ઉદય ભાનના રોલમાં છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. અજય દેવગણે ‘ટી સિરીઝ’ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરી છે………..1670માં થયેલ યુદ્ધ જેણે મુગલ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા તે સત્ય ઘટના પર આ સ્ટોરી આધારિત છે. મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજીના રાજ્યકાળમાં તેમના સેનાપતિ રહી ચૂકેલ તાનાજી માલસુરેના રોલમાં અજય દેવગણ છે.

સ્વરાજ્ય અને માતૃભૂમિ માટે બહાદુરીથી લડાઈ કરનાર વીર યોદ્ધાની આ કહાની છે. કોંઢાણા જીતવા માટે ઉદય ભાન પોતાની અક્કલ અને તાકાત બંનેનો ઉપયોગ કરે છે જ્યારે ભગવો ફરકાવવા માટે મરાઠા યોદ્ધા પણ પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દે છે. ફિલ્મમાં શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં છે જેને તાનાજી પર પૂરો ભરોસો હોય છે. ટ્રેલરમાં કાજોલનો એક ડાયલોગ છે કે, ‘કુત્તે કી તરફ જીને સે બેહતર હૈ શેર કી તરહ મરના……….આ ફિલ્મ અજય દેવગણની 100મી ફિલ્મ છે. આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થવાની છે. 10 જાન્યુઆરીના રોજ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ પણ રિલીઝ થવાની છે. એટલે બંને ફિલ્મો થિયેટરમાં ટકરાશે.