ઉબર ઇટ્સએ ફૂડ ડિલિવરી ડ્રોન કર્યો રજૂ

કંપનીએ તાજેતરમાં ફૂડ ડિલિવરી કરતો ઇલેક્ટ્રિક ડ્રોન ફોર્બ્સ 30 અન્ડર 30 સમિટમાં રજૂ કરવામાં આવ્યો છે. વર્ટિકલ ટેક ઓફ અને લેન્ડિંગ કરતા આ ડ્રોનમાં 6 રોટર લગાવવામાં આવ્યા છે. આ ડ્રોનનું ઓફિશિયલ ટેસ્ટિંગ વર્ષ 2020માં કરવામાં આવશે. ફુલ ચાર્જિંગ પર આ ડ્રોન 20 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશે. આ નવો ઇલેક્ટ્રિક ડ્રોન એક સાથે 2 લોકોના ફૂડ ઓર્ડર સરળતાથી ડીલીવર કરી શકે છે. ડ્રોનમાં પાવરફુલ બેટરી આપવામાં આવી છે. ફુલ ચાર્જિંગમાં ડ્રોન 20 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે. આ ડ્રોન પાર્સલ લોડ કરીને ડિલિવરી કરવા સુધી 18 મિનિટનો સમય લગાડશે. ડ્રોનને ટ્રેક કરવા માટે ઉબર કંપની ‘એલિવેટ ક્લાઉડ સિસ્ટમ’નો ઉપયોગ કરશે. આ ડ્રોનની ટાઈમ લિમિટ ઓછી હોવાથી તેને ફૂડ ડિલિવરીના નાના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

ડ્રોન દ્વારા પાર્સલની ડિલિવરી કર્યા બાદ ડ્રાઇવર તેને ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચાડશે. આ ડ્રોનનો ઉપયોગ ખરાબ વાતાવરણ અને ટ્રાફિકમાં ઝડપી ફૂડ ડિલિવરી માટે કરવામાં આવશે. ડ્રોનથી ફૂડ ડિલિવરીની શરૂઆત થોડા મહિના પછી સેન ડિયાગોમાં કરવામાં આવશે.