અનુષ્કા સાથે બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો વિરાટ

બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને હાલમાં જ પોતાના પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અનુષ્કા શર્માની સાથે બ્લેક આઉટફિટ્માં એરપોર્ટ પર ટ્વિનિંગ કરતા જોવા મળ્યો હતો પતિ વિરાટ કોહલી. તે સમયે બન્નેની ખૂબ સુંદર તસ્વીરો સામે આવી છે. વિરાટ અને અનુષ્કા તે સમયે ખૂબ જ ચીલ મૂડમાં જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ પહેલા દિવાળી પર વિરાટ અને અનુષ્કાની સુંદર તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.તે સાથે જ અનુષ્કા શર્મા હાલ ફારૂખ ઈન્જીનિયરના નિવેદન પર આપેલી કડક પ્રતિક્રિયાને લઈને પણ ખૂબ લાઈમ લાઈટમાં છે. વિરાટ અને અનુશ્કાના આ ઓલ બ્લેક લુકને ફેન્સે ખુબ પસંદ કર્યું હતું. અને સોશિયલ મીડિયા પર બન્નેની તસ્વીરો ખુબ વાયરલ થઈ હતી. આ કપલ મેજર કપલ ગોલ્સ આપે છે. વિરુષ્કા હમેશા લાઇમ લાઈટમાં જોવા મળે છે.