યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર કાયલી જેનર

અમેરિકન મૉડલ કાયલી જેનર જેને જોઈને લોકો ઘાયલ થઈ જાય છે. કાયલીના ફેન્સમાં દિલજીત દોસાંઝ કમેન્ટ કરતો રહે છે. કાયલી મૉડલિંગની દુનિયાનું મોટું નામ છે. લોકો તેના વિશે બધું જ જાણવા માગે છે, તે શું કરે છે, તેની દિનચર્યા કેવી છે, તેના ફોલોઅર્સ કેટલા છે વગેરે-વગેરે. કાયલી જેનરનો સિક્યોરિટી પાછળનો ખર્ચ જાણીને તમારી આંખો પહોંળી થઈ જશે.

કાયલીની માતાએ એક ઈન્ટર્વ્યુમાં કાયલીની સિક્યોરિટી પાછળ થનારા ખર્ચા વિશે વાત કરી હતી. સવાલ હતો કે, શું તમારી સિક્યોરિટી તમે જ્યાં જાવ ત્યાં તમારી સાથે જ રહે છે? કેટલીએ જણાવ્યું હતું કે, હા દરેક જગ્યાએ તે અમારી સાથે જ રહે છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, હું શરત લગાવી શકું છું કે, કાયલી એક મહિનામાં પોતાની સિક્યોરિટી પાછળ 3 થી 4 લાખ ડૉલરનો ખર્ચો કરે છે. ભારતીય કરન્સી પ્રમાણે તે 2 કરોડ કરતા વધારે થાય છે. કાયલી જેનરને ફોર્બ્સ 2018ના લિસ્ટમાં યંગેસ્ટ સેલ્ફ-મેડ બિલિયોનર જાહેર કરવામાં આવી હતી. રિયાલિટી ટીવી સ્ટાર જેનરની ફર્મ કાયલી કોસ્મેટિક્સની વેલ્યુએશન 1.2 અરબ ડૉલર છે. જેનર દુનિયાની સૌથી યુવા અબજોપતિ છે. તેની નેટવર્થ 1 અબજ ડૉલરથી વધારે છે.