જાણો ધાણાજીરૂ પાઉડર વિશે કંઇક અવનવું

ભારતની દરેક રેસિપીમાં ધાણાજીરુ પાઉડર વપરાય છે. આ પાઉડરની સુગંધ જ કંઇક અલગ હોય છે, જે વાનગીમાં સોડમ ઉમેરે છે. આ ધાણાજીરું પાઉડર ધાણાં તથા જીરાને શેકીને તેને કૂટીને બનાવવામાં આવે છે. તેની સુગંધ અને તેનાં ગુણ લાંબા સમય સુધી જળવાઇ રહે છે. સ્વાદની સાથોસાથ બીજાં એવા ઘણાં ગુણો છે, જે શરીર માટે ગુણકારી બને છે. તબીબી દ્રષ્ટિએ પણ તેનો ઉપયોગ સફળ નીવડે છે.

ધાણાજીરૂ પાઉડર વિશે કંઇક અવનવું:

  • ધાણાજીરું પાઉડરથી પાચનક્રિયા સુધરે છે.
  • બાદિયાં સાથે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હિતકર છે.
  • ગરમીથી રાહત મેળવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. ધાણાજીરું શરીરનું તાપમાન જાળવી રાખે છે.
  • ધાણાજીરું પાઉડર શરીરમાંથી નકામા તત્વો જેવાં કે લીડ અને મરક્યુરીને દૂર કરે છે.