ફાળા લાપસી બનાવવાની રીત – ઘરે બનાવો ટેસ્ટી ઘઉં ના ફાળા ની લાપસી – વિડીયો સહિત માણો

એક સૌથી પ્રખ્યાત ગુજરાતી મીઠી વાનગી, ફાળા લાપસી એક મીઠી વાનગી છે જે શેકેલા અને ચડાવેલા ઘઉં ના ફાળા માં ખાંડ નાખી અને એલચી પાઉડર ના સ્વાદ થી બનેલ સ્વાદિષ્ટ વાનગી છે. ઘઉં ના ફાળા ને ઘી માં શેકવાથી તેને સરસ બ્રાઉન કલર, સરસ સ્વાદ અને સરસ સુગંધ મળે છે. અને આ એક પરંપરાગત વાનગી છે. જે ઓછા સમય માં તૈયાર થતી અને મોટા તથા છોકરાઓ બને ને સૌથી પ્રિય વાનગી છે. અને આ એક વાનગી છે જે સામાન્ય રીતે ગુજરાતી પરિવાર માં તહેવારો માં બનતી વાનગી છે.

ફાળા લાપસી બનાવવાની રીતનો વિડીયો જોવા ક્લિક કરો :


તૈયારી નો સમય : ૫ મિનીટ
બનાવવા નો સમય : ૨૦ મિનીટ

સામગ્રી :

• ૨૦૦ ગ્રામ ઘઉં ના ફાળા
• ૨૦૦ ગ્રામ ખાંડ
• ૩ કપ પાણી
• ૧ ચમચી એલચી પાઉડર
• ૫ ચમચી ઘી

સજાવણી માટે :

• બદામ
• દ્રાક્ષ
• કાજુ

બનાવવા ની રીત


નોનસ્ટીક કઢાઈ માં ૩ ચમચી ઘી ગરમ કરો, તેમાં ૨૦૦ ગ્રામ ઘઉં ના ફાળા નાખો.

તેને બરોબર મિક્ષ કરી તેને ધીમા ગેસ પર ૫ થી ૭ મિનીટ સુધી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

તેમાં ૩ કપ પાણી ઉમેરો, તેને બરોબર મિક્ષ કરો અને તેને ફાસ્ટ ગેસ પર પાણી ઉકડે ત્યાં સુધી હલાવતા રહો.

પછી તેને ૧૫ થી ૧૭ મિનીટ ધીમા ગેસ પર જ્યાં સુધી બધું પાણી ઉડી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.

તેમાં ૨૦૦ ગ્રામ ખાંડ ઉમેરો અને તેને બરોબર મિક્ષ કરી તેને ઘીમાં ગેસ પર ૫ મિનીટ હલાવતા રહો.

તેમાં એલચી પાઉડર ઉમેરી ૫ થી ૭ મિનીટ મિક્ષ કરી બરોબર હલાવતા રહો.

પછી તેમાં ૨ ચમચી ઘી નાખી તેને હલાવતા રહો.

સજાવત માટે તેમાં બદામ ની કતરણ, દ્રાક્ષ અને કાજુ ઉમેરો.

જરૂરી વાત: જો તમે ફાળા લાપસી વહેલા બનાવી દીધી હોય તો પીરસતા પેહલા તેમાં ૨ ચમચી દૂધ ઉમેરી તેને મિક્ષ કરી અને ફરીથી ગરમ કરી ને પીરસો.