મેથીના થેપલા ખાતાં ધર્મેન્દ્રએ બતાવ્યો પોતાનો બંગલો

બોલિવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર આજકાલ ફિલ્મી પડદેથી દૂર પોતાના ફાર્મ હાઉસમાં સમય વિતાવી રહ્યા છે. થોડા થોડા સમયે તેઓ પોતાના ફાર્મ હાઉસમાંથી વિવિધ વિડીયો શેર કરતા રહે છે. ક્યારેક શાકભાજીનો તો ક્યારેક આસપાસનું કુદરતી સૌંદર્ય દેખાડતો વિડીયો શેર કરતા રહે છે. હાલમાં જ ધર્મેન્દ્રએ ફરી વિડીયો શેર કર્યો છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. ધર્મેન્દ્રએ આ વિડીયોમાં પોતાના બંગલાની ઝલક બતાવી છે. બંગલાના આંગણામાં બેસીને ધર્મેન્દ્ર મેથીના થેપલા ખાઈ રહ્યા છે.

વિડીયો પર લોકો કોમેન્ટ કરીને એક્ટરની લાઈફસ્ટાઈલને વખાણી રહ્યા છે.ધર્મેન્દ્રએ કેપ્શનમાં ખૂબ સાચી વાત કરી છે. જીવનને જીવી નાખવા માટે ન જીવીને માણવું જોઈએ. ધર્મેન્દ્રનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વિડીયોને 82 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે થોડા દિવસ પહેલા ધર્મેન્દ્રએ પોતાના હીરા-ઝવેરાત બતાવ્યા હતા. મતલબ કે, પોતાના ફાર્મ હાઉસમાં ઉગાડેલો પાક બતાવ્યો હતો. ધર્મેન્દ્રએ લખ્યું હતું કે, ખેડૂતના અસલી હીરા-ઝવેરાત આ જ હોય છે. ઉલ્લેખનીય છે કે, 1960માં ધર્મેન્દ્રએ ફિલ્મ દિલ ભી તેરા હમ ભી તેરેથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ધર્મેન્દ્રને બોલિવુડના હી-મેન કહેવામાં આવે છે.