જામફળનો હલવો વાનગી

ઘરમાં જો તમે ફ્રૂટ લાવવાનું પસંદ કરતા હોવ તો તમે સીઝનલ ફ્રૂટની મદદ લઇ શકો છો. તે સીઝનમાં ખાવામાં આવે તો તેની અસર સારી રહે છે અને તમારી હેલ્થમાં પણ તેની અસર જોવા મળે છે. જામફળની સીઝન હવે આવી ચૂકી છે તો સફેદ અને લાલ જામફળને મસાલા સાથે ખાવાનું ભૂલીને તેની વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવી શકાય છે. વિવિધ ચીજો ઉમેરીને બનતા જામફળના શાક, જ્સયુ, મિલ્કશેક, ચટણી અને સૂપ તમારી મદદ કરી શકે છે. જો તમે સીધી રીતે જામફળ ખાવાનું ટાળી રહ્યા હોવ તો તમે આ વાનગીઓની મદદ લઇ શકો છો અને તમારા પરિવારની હેલ્થને સાચવી શકો છો. જોવા જઈએ તો આપણે હંંમેશા દુધીની હલવો, ગાજરનો હલવો, ડ્રાયફ્રુટ હલવો બનાવીએજ છીએ. પણ, આજે આપણે જામફળના હલવાની રીત જોઈશું. જે નાના બાળકોને વધારે પ્રિય હોય છે.

જરૂરી સામગ્રી:

  • ગુલાબી જામફળ :1 કિલો
  • રવો:1 ટે.સ્પુન
  • ખાંડ:2કપ
  • ઘી:2 ટી.સ્પુન
  • સમારેલા કાજુ :1 ટે.સ્પુન
  • બદામની કતરી :1 ટે.સ્પુન
  • એલચી પાવડર :1/2 ટી.સ્પુન
  • લાલ કલર :1/8 ટી.સ્પુન

બનાવવાની રીત:

સૌ પ્રથમ જામફળને ધોઈને કાપીલો.પછી મિક્સરમાં પીસીને ચાળણીમાં ચાળીલો જેથી બધા બીયા નીકળી જશે.

હવે એક કડાઈમાં ઘી લઈ તે ગરમ કરો તેમાં રવો નાખી ધીમી આંચે બદામી રંગનો થાય ત્યાં સુધી શેકો.

હવે તેમાં બી કાઢેલો જામફળનો ગર અને ત્રણ કપ અથવા જરૂર પુરતું પાણી રેડો કલર નાખવો હોય તો થોડા પાણીમાં ઓગળીને નાખો ઘટ્ટ થાય ત્યાં સુંધી હલાવતા રહો.

ત્યારબાદ ખાંડ, કાજુ, બદામ અને એલચીનો પાવડર ભેળવો. એક થાળીમાં ઘી લગાવી હલવોપાથરી દો.ઉપર બદામની કતરી ભભરાવી સપાટ કરી દો.તો તૈયાર છે જામફળનો હલવો