હોટલ મુંબઈનું નવું પોસ્ટર થયુ રિલીઝ

સ્લમડોગ મિલ્યનેર ફેમ દેવ પટેલ સ્ટારર ફિલ્મ ‘હોટલ મુંબઈ’નું નવું પોસ્ટર રિલીઝ થયું છે. આ ફિલ્મ ભારતમાં 29 નવેમ્બરના રોજ અંગ્રેજી, હિન્દી, તમિળ અને તેલુગુમાં રિલીઝ થશે. આ ફિલ્મ 2008માં ભારતના મુંબઈની તાજ હોટલમાં થયેલા આંતકી હુમલાની સ્ટોરી છે. તેમાં 160થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ફિલ્મની સ્ટારકાસ્ટમાં દેવ પટેલની સાથે અનુપમ ખેર અને ઓસ્કર નોમિનેટેડ એક્ટર આર્મી હેમર પણ સામેલ છે.

ફિલ્મ ‘હોટલ મુંબઈ’માં દેવ પટેલ તાજ મહાલ હોટલના કર્મચારી અર્જુનના રોલમાં છે, જ્યારે અનુપમ ખેરે શેફ હેમંત ઓબેરોયની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મના ડિરેક્ટર ઓસ્ટ્રેલિયન ફિલ્મમેકર એન્થની મારસ છે. ફિલ્મમાં તાજ હોટલના સ્ટાફની સ્ટોરી બતાવવામાં આવી છે જેમણે બુદ્ધિથી અને હિંમતથી હોટલના મહેમાનોને બચાવ્યા છે. ‘હોટલ મુંબઈ’ ફિલ્મ 2009ની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘સર્વાઈવિંગ મુંબઈ’ પરથી બનાવવામાં આવી છે.