કટ કરેલા ફળને આ રીતે રાખવાથી નહી થાય બ્રાઉન

ફળ ખાવાના શોખીન લોકોને આ વાતની ઘણી મુશ્કેલી થાય છે. કારણકે ઘણી વખત કટ કરેલા ફ્રૂ્ટ્સનો રંગ બદલાઇ જાય છે. જેથી આપણને તે ફળ ખાવાની ઇચ્છા થતી નથી. પરંતુ ફળના રંગને બરાબર રાખવા માટે અમારી જોડે ધણી એવી ટિપ્સ છે. જેનાથી ફળનો રંગ શ્યામ કે બ્રાઉન નહી થાય. તો આવો જોઇએ કઇ છે એ ટિપ્સ..

ફળ પર લીંબુનો રસ મિક્સ કરો
લીંબુનો રસ ફળને બ્રાઉન થવાથી રોકે છે. તેમજ તેના સ્વાદને લાંબા સમય સુધી ટકાવી રાખવામાં મદદ કરે છે. એક લીંબુના રસથી તમે ફળને તાજા રાખી શકો છો. પરંતુ ફળ પર લીંબુ ઉમેર્યા બાદ તેને ફ્રીજમાં ન રાખો.

પ્લાસ્ટિકથી રેપ કરો
તે સિવાય તમે ફળોને કટ કરીને તેને પર પ્લાસ્ટિક રેપ કે એલ્યુમિનિયમ ફોઇલથી લપેટી શકો છો. તે બાદ તેમા નાના છિદ્ર કરી દો. ફળને ઢાંકવાની જગ્યાએ પ્લાસ્ટિકથી રેપ કરશો તો ફ્રિજના અન્ય ખાદ્ય પદાર્થની સુંગંધ તેમા લાગશે નહી, તેમજ ફળની સુંગંધ પણ ફ્રીજમાં ફેલાશે નહી.

સાઇટ્રસ એસિડનો પાઉડર
તેના ઉપયોગથી તમે ફળને 10-12 કલાક સુધી તાજા રાખી શકો છો. બજારમાં સાઇટ્રિસ એસિડ પાઉડરના તરીકે મળે છે. આમ કરવાથી તમારા ફળનો સ્વાદ પણ બરાબર રહેશે.

ઠંડુ પાણી
કટ કરેલા ફળોને ડબ્બામાં બંધ કરીને બરફના ઠંડા પાણીમાં રાખો. આમ કરવાથી 3-4 કલાક ફળ તાજા રહે શે.