એક વિલનની સિક્વલ બનાવવાની તૈયારી શરૃ થઇ

-કૃતિ સનોન અને સિદ્ધાર્થ મલ્હોત્રા ચમકશે

ધીમી પણ મક્કમ ગતિએે સફળતા તરફ કદમ માંડી રહેલી અભિનેત્રી કૃતિ સનોન ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે એેક ફિલ્મ કરવાની છે એવી માહિતી મલી હતી.

૨૦૧૪માં રજૂ થયેલી ફિલ્મ સર્જક મોહિત સૂરીની એક વિલન ફિલ્મની સિક્વલની તૈયારી શરૃ થઇ છે અને એમાં કૃતિ સાથે સિદ્ધાર્થ ચમકશે એવી માહિતી વિશ્વસનીય સૂત્રોએ આપી હતી.

જો કે મોહિત સૂરી તરફથી હજુ કોઇ ઔપચારિક જાહેરાત થઇ નથી. પરંતુ તેમની નિકટનાં સૂત્રોએ આ માહિતી આપી હતી. એક વિલન સુપરહિટ નહોતી પરંતુ ઠીક ઠીક સફળતાને વરી હતી એમ કહી શકાય.

કૃતિ ખુશ છે કારણ કે તાજેતરના ભૂતકાળમાં એને સારી સારી ફિલ્મો મળી હતી. બરેલી કી બરફી પછી એણે ગાયક અભિનેતા દિલજિત દોસાંઝ સાથે અર્જુન પતિયાલા શરૃ કરી હતી. ૨૦૧૪માં રજૂ થયેલી એક વિલન ફિલ્મમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શ્રદ્ધા કપૂર ચમકી હતી. એ બંનેની કેમિસ્ટ્રી સમીક્ષકો અને દર્શકો બંનેને ગમી હતી. એ ફિલ્મમાં રિતેશ દેશમુખે નેગેટિવ રોલ કર્યો હતો. પરંતુ અત્યારે શ્રદ્ધા બલ્ક ડેટ્સ આપી શકે એમ નથી. એટલે મોહિત કૃતિનો વિચાર કરી રહ્યા હોવાની માહિતી મલી હતી.