વજન ઓછું કરવા માટે સૌથી વધારે જરૂરી છે ખાવા-પીવાનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે. વજન વધવાનું કારણ અયોગ્ય રીતે ખાવા-પીવાનું પણ માનવામાં આવે છે. માત્ર વર્કઆઉટ કરવાથી નહીં પણ પોતાની ડાયટને ધ્યાનમાં રાખીને પણ ઝડપથી ફેટ બર્ન કરી શકો છો, પરંતુ કેટલાંક લોકો તેના માટે ડાયટિંગની મદદ લેતા હોય છે. ડાયટિંગ કરવાથી ફેટ બર્ન થાય છે, પરંતુ તેની સાથે શરીરમાં કેટલાંક પ્રકારની કમજોરી આવી જાય છે. ખાવા ન ખાવાથી સારું એ છે કે ડાયટમાં પ્રોટીન યુક્ત અને ફેટ વાળો આહાર ખાવાની જગ્યાએ ફાઈબર યુક્ત આહારને સામેલ કરવો. તેના માટે સુપ એકદમ બેસ્ટ છે. આમ તો દરેક સુપ હેલ્ધી જ હોય છે. પરંતુ આ એપલ સુપ એમાં યુનિક છે. તે ટેસ્ટી તો છે જ સાથે તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘરે બનાવવા માટે ટ્રાય કરો-
સામગ્રી-
- 2 મિડિયમ પાકાં સફરજન
- ½ મિડિયમ લીંબુનો રસ
- 2 કપ પાલક
- 1 કપ તાજા પુદીનાનાં પાન
- 4 કપ ફિલ્ટર કરેલું પાણી
- મીઠું સ્વાદાનુસાર
કઇ રીત બનાવશો?
સ્ટેપ-1 એક બ્લેન્ડરમાં સફરજનનાં ટુકડા, લીંબુનો રસ, પુદીનો અને પાણી ઉમેરો.
સ્ટેપ-2 આ મિક્સ્ચરને બ્લેન્ડ કરો. સાથે તેમાં જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરતાં જાઓ.
સ્ટેપ-3 હવે આ સુપને સરવ કરી તેને પુદીનાનાં પાન વડે ગાર્નિશ કરો.