ફિલ્મ ગુડ ન્યૂઝની ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં કરીનાનો હોટ અંદાજ

બોલિવૂડ એક્ટ્રેસ કરિના કપૂર ખાન અને અક્ષય કુમારની ફિલ્મ ગુડ ન્યૂઝનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે…….આ ફિલ્મમાં તેમની સાથે કિયારા અડવાની અને દલજીત જોવા મળશે…….ફિલ્મમાં કરિના લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. ટ્રેલર લોન્ચ પર તે ખૂબસૂરત લેમન યલો કલરના આઉટફિટમાં પહોંચી હતી.ખરેખર તે આ લુકમાં ઘણી ખૂબસૂરત લાગી રહી હતી….કરીના બોલિવૂડની સૌથી ફેશનેબલ ડિવામાંથી એક છે.

કરીનાનો ગ્લેમરસ લુક હંમેશાં ચર્ચામાં રહે છે.અત્યારે તે ફિલ્મ ગુડ ન્યૂઝના પ્રમોશનમાં બિઝી છે, પરંતુ કરીના જ્યાં પણ જાય છે તેના લુકના કારણે બધાનું દિલ જીતી લે છે. હવે તેના એ લુકની વાત કરીએ જેને લઈ ચર્ચા થઈ રહી છે.

કરીનાએ ફિલ્મના ટ્રેલર લોન્ચના ખાસ પ્રસંગે ડાયન લી નામના બ્રાન્ડનું આઉટફિટ પહેર્યું હતું.ડીપ નેકલાઈન વાળા ડ્રેસની કિંમત 64,453 રૂપિયા છે. કરીનાના આ ડ્રેસમાં ફુલ સ્લીવ્સ આપવામાં આવી છે અને ફ્લોવરી ફ્રીઝના કારણે તેની ડિઝાઈન કમાલની લાગી રહી છે.તેની સાથે તેણે જે હિલ્સ પહેર્યા છે તે ઘણી એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. કરીનાની આ ફેંટી બ્રાન્ડની Camelપેટેંટ લેધર હિલ્સની કિંમત 44,648 રૂપિયા છે……….વાત કરીએ ફિલ્મ ગુડ ન્યુઝની તો આ ફિલ્મનું નિર્દશન રાજ મહેતાએ કર્યું છે અને તેનું નિર્દેશન અક્ષય કુમાર અને કરણ જોહરે સાથે મળીને કર્યું છે……..